જે જ્ઞાન કોઇના વચનથી થાય, તેમાં સ્વીકાર-શ્રદ્ધા અનિવાર્ય છે. જ્યાં સુધી સ્વીકાર ન હોય, ત્યાં સુધી જ્ઞાન થતું નથી. નાસ્તિક કે જૈનેતર માન્યતાની પકડવાળો જીવ, ‘પાણીમાં જીવ છે.. (એટલે પાણીનો ઉપયોગ અલ્પતમ કરવો જોઇએ)..’ આવું વચન સાંભળે તો પણ તેને સ્વીકારતો નથી. એટલે ‘પાણીમાં જીવ છે’ એવું પદાર્થજ્ઞાન તેને થતું નથી. આમ, શ્રુતનાં વચનોથી જ્ઞાન થવા માટે શ્રદ્ધા આવશ્યક છે. એટલે જ, સમ્યગ્દર્શન (શ્રદ્ધા) વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. જેને ‘પ્રભુનાં બધાં વચનો સત્ય જ છે’ એવી શ્રદ્ધા (સમ્યગ્